ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, અમરેલીના માર્ગદર્શન તળે વડીયા તાલુકામાં “મામલતદાર કચેરી વડીયા” ખાતે તા.૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી તા.૩૦-૧૧-૨૦૨૫ બપોરે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ખાસ કેમ્પમાં વડીયા તાલુકાના તમામ મતદારો જોગ જણાવવામાં આવ્યું છે કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોય, અથવા ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ(EF) ભરવા, સને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે માતા-પિતા-દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા અંગે કામગીરી કરવામાં આવનાર છે. જેથી તમામ મતદારોએ આ કેમ્પનો લાભ લેવા મતદાર ઓળખપત્ર(ચૂંટણીકાર્ડ નકલ) સાથે રૂબરૂ હાજર રહેવા મદદનીશ મતદાર નોંઘણી અધિકારી-વ-મામલતદારશ્રી વડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાલુકાના તમામ મતદારો માટે મામલતદાર કચેરી, વડીયા ખાતે મતદારયાદી શાખા,પહેલા માળ ખાતે જરૂરી માર્ગદર્શન આપવા અંગે કામગીરી કરવામાં આવનાર છે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.


















Recent Comments