અમરેલી ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ઇલેક્ટ્રોવેશનનો ખાસ વર્કશોપ યોજાયો જેમાં વિવિધ સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા.
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, નવીનતા અને પ્રયોગાત્મક શીખવાની કુશળતા વિકસાવવા માટે ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે “ઇલેક્ટ્રોવેશન” નામનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. આ અનોખા કાર્યક્રમમાં ખજૂરી પ્રાથમિક શાળા, હળીયાદ પ્રાથમિક શાળા સહિતની વિવિધ સરકારી શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી વચ્ચેનું વ્યવહારુ જોડાણ સમજાવવાનો હતો. ટેક્નોલોજી એક્સપર્ટ શ્રી ધવલભાઈ મિયાણી તથા તેમની ટીમે વિદ્યાર્થીઓને નવીન પ્રયોગો અને તકનીકી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું.વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, અને ઇનોવેટિવ ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં રસપ્રદ પ્રોજેક્ટો તૈયાર કર્યા. વિભાગવાર કેટલીક મુખ્ય પ્રવૃત્તિઓ જેવી કે ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેશન વિભાગમાં લેસર સિક્યુરિટી સિસ્ટમ,ઓટોમેટિક પ્લાન્ટ વોટરિંગ સિસ્ટમ. પેપર સર્કિટ વિભાગમાં ગેમ મેકિંગ પ્રવૃત્તિ. રોબોટિક્સ વિભાગમાં ટેબલ એજ અવોઇડર રોબોટ, લાઇટ ફોલોઅર રોબોટ,
રોબોટિક હેન્ડ મિકેનિઝમ (DIY)
વિદ્યાર્થીઓએ પોતાના સ્વનિર્મિત પ્રોજેક્ટો દ્વારા નવી ટેક્નોલોજીના ઉપયોગ સાથે નવીન વિચારો રજૂ કર્યા. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓની ઉત્સુકતા, ઉત્સાહ અને સર્જનાત્મકતા જોવા જેવી રહી હતી.કાર્યક્રમના અંતે શાળાના ડિરેક્ટર શ્રી જયભાઈ કાથરોટીયાએ વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજીનો સ્વીકાર કરીને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે “આવા પ્રયોગાત્મક કાર્યક્રમો વિદ્યાર્થીઓને નવી વિચારધારા આપે છે અને તેઓને આવનારા ટેક્નોલોજીકલ યુગ માટે તૈયાર કરે છે.”આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મંડળ, ટેક્નોલોજી ટીમ તથા તમામ વિદ્યાર્થીઓનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો.












Recent Comments