fbpx
રાષ્ટ્રીય

બે પરમાણુ મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સેવાઈ રહી છે

ચીનની કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી… ચીનની સેના તાઈવાન પર હુમલો કરવાની તૈયારી! ઃ રિપોર્ટ
યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં વધુ એક યુદ્ધ મોરચાના સંકેત દેખાઈ રહ્યા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. તે કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી કરી રહ્યો છે અને અમેરિકાને આડકતરી રીતે પડકારી રહ્યો છે. ચીનની સેના તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઁન્છ, જે તાઈવાન સ્ટ્રેટમાં લશ્કરી ઘેરો જાળવી રહી છે, તેણે ૨૦૨૫ માં તાઈવાન પર અચાનક હુમલો કરવાની યોજના બનાવી છે. આકાશ અને સમુદ્રમાંથી એક સાથે હુમલો થઈ શકે છે. બાઈડેન વહીવટીતંત્રે તેના કાર્યકાળના અંતિમ દિવસોમાં ચીન વિરુદ્ધ મોટા ર્નિણયો લીધા છે.

રોઇટર્સ અહેવાલ આપે છે કે બાઈડેન વહીવટીતંત્રે તાઇવાન માટે સંરક્ષણ સહાયમાં ઇં ૫૭૧ મિલિયનને મંજૂરી આપી છે. જે તાઇવાનની શક્તિમાં અનેકગણો વધારો કરશે. ચીનની લડાયક કાર્યવાહી વચ્ચે તાઈવાનને અમેરિકન સહાય ચાલુ છે. અમેરિકાથી ૩૮ અબ્રામ ટેન્કની પ્રથમ બેચ તાઈપેઈ પહોંચી છે. રિપોર્ટ અનુસાર અમેરિકાથી તાઈવાનને કુલ ૧૦૮ ટેન્ક પહોંચાડવાની છે. તાઈવાનને અમેરિકન સૈન્ય સહાયથી નારાજ ચીને અમેરિકાને યુદ્ધની ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે, અમેરિકાએ રેડ લાઈન પાર ન કરવી જાેઈએ. અમે અમારી સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે કંઈ પણ કરી શકીએ છીએ. ચીન સમુદ્રમાં તણાવ માટે ચીને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

સ્દ્ગડ્ઢ અહેવાલ આપે છે કે, ચીન છૈંડ્ઢઢ માં ઘૂસણખોરી કરીને તાઈવાનને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવી રહ્યું છે. ફરી એકવાર તાઈવાને તેના ૬ નૌકા જહાજાે અને ૧૧ એરક્રાફ્ટને અટકાવ્યા. આટલું જ નહીં યુદ્ધ કવાયતના બહાને તેના ૮ વિમાનોએ તાઈવાન સ્ટ્રેટમાં ઉડાન ભરી છે. એક વૈશ્વિક અહેવાલે તાઈવાન માટે ચીનના ખતરા અંગે ચિંતા વધારી છે. ઝ્રજીૈંજી અને સ્ૈં્‌ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા તાઈવાન પર ચીનના હુમલાને રોકી શકશે નહીં. આજે ચીન દરેક પાસામાં અમેરિકન હથિયારોનો જવાબ આપવા સક્ષમ છે. પેન્ટાગોનના રિપોર્ટમાં ચીનને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જે મુજબ છેલ્લા એક વર્ષમાં તેણે ૧૦૦ નવા પરમાણુ હથિયાર બનાવ્યા છે. હાલમાં તેની પાસે ૬૦૦ થી વધુ પરમાણુ હથિયારો છે જે ૨૦૩૦ સુધીમાં ૧ હજારને પાર કરી જશે. તાઈવાન માટે અમેરિકાનો મુકાબલો કરવા તૈયાર ચીને પોતાની સૈન્ય ક્ષમતા અનેક ગણી વધારી દીધી છે. પેન્ટાગોનના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન પાસે હાલમાં સૌથી વધુ હાઈપરસોનિક મિસાઈલો છે, ચીન તેની રોકેટ ફોર્સ પણ વધારી રહ્યું છે.

Follow Me:

Related Posts