અમરેલી

સાવરકુંડલા શહેરમાં રખડતા ઢોરે રીક્ષાને હડફેટે લીધી અને રીક્ષાના આગલો કાચ થયો કડડભૂસ.!! 

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ખોડીયાર ચોક વિસ્તારમાં એક રીક્ષા પસાર થતી હતી ત્યાં અચાનક સામેથી એક ગાય આવતાં ગાય સીધી રીક્ષાને અથડાતાં રીક્ષાનો આગલો ફ્રન્ટ કાચના ભૂકકે ભૂકકા બોલી ગયા.!! 

રીક્ષા ચાલકને કોઈ ઈજા થઈ નથી એવુ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે

આમ રસ્તે રખડતા પશુઓ હવે રીક્ષાને પણ હડફેટમાં લેતા જોવા મળેલ.!! 

જો કે કોઈ મોટું ભારે ટ્રક જેવું વાહન આવતું હોત તો ગાયની સ્થિતિ શું થાત?? રીક્ષા ચાલકના કહેવા મુજબ પોતે ધીમી ગતિએ જ રોડ પર રીક્ષા ચલાવી રહ્યા હતા પરંતુ અચાનક ગાયે વચ્ચે આવતાં રીક્ષાનો કાચ કડડભૂસ થયો

આમ સાવરકુંડલા શહેરમાં રખડતા ઢોરનો શિકાર એક રીક્ષા બની ગઈ..!

Related Posts