અમદાવાદના વિદ્યાર્થીનું ડાંગમાં કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી મોત

અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ડાંગ પ્રવાસે ગયા હતા. પોલિટેક્નિક કોલેજના ૫૧ વિદ્યાર્થીઓ કેમ્પ સાઈટ માટે ખાનગી બસ મારફત ડાંગના પ્રવાસે પંહોચ્યા. ડાંગની સુદરતાનો આનંદ માણયા બાદ વિદ્યાર્થીઓ દેવીનામાળ કેમ્પ સાઇટ નજીક ગયા. ત્યાં પાસે આવેલ નદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાહવા પડ્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી એક વિદ્યાર્થી ગુમ થઈ ગયો. અન્ય વિદ્યાર્થીઓએ તેની શોધખોળ કરી પણ તેનો મૃતદેહ મળી આવ્યો. વિધાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીનું નામ શિવમ કમલેશ શાહ હોવાનું સામે આવ્યું છે, વિદ્યાર્થી અમદાવાદના નિકોલનો રહેવાસી હતો.
અમદાવાદના પોલિટેકનિકના વિદ્યાર્થીઓ પણ હાલમાં ડાંગ પ્રવાસે હતા. ત્યારે યુવાન ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાઈ. નદીમાં ડૂબતા અમદાવાદના યુવાનનું મોત નિપજયું. વિધાર્થીનો મૃતદેહ હાલ સિવિલ હોસ્પીટલ આહવા ખાતે પી.એમ.અર્થે રાખવામાં આવ્યો છે. પી.એમ. રીપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે કે ખરેખર વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થયું હતું કે પછી તેની સાથે અન્ય કોઈ ઘટના બની હતી.
Recent Comments