ભાવનગર

શ્રી ફુલસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ ૩૦૦ થી વધુ કલાત્મક રાખડીઓ બનાવી!

શ્રી ફુલસર સરકારી પ્રાથમિક, તા તળાજા , જી ભાવનગર ની શાળામાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે. શાળાની તમામ વિધાર્થિનીઓએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ૩૦૦ થી પણ વધુ સુંદર અલગ અલગ રાખડીઓ બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ પહેલ વિદ્યાર્થીનીઓની કલાત્મકતા અને સામાજિક ભાવના દર્શાવે છે. તેણે પોતાના હાથે વિવિધ રંગો અને ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરી છે.આ નાનકડી વિદ્યાર્થીનીઓનું આ કાર્ય સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે. આ પ્રવૃતિ ફુલસર શાળાના શિક્ષક પરમાર શામજીભાઈ તથા શિક્ષિકા પરમાર સંધ્યાબેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી . આ સાથે સમગ્ર ગુજરાતની સરકારી શાળામાં સૌથી અલગ અને આગવી ઓળખ ફુલસર પ્રા શાળાએ ઉભી કરી છે.

Related Posts