તારીખ ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમરેલી મુકામે અમરેલી જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ. . જેમાં લોકગીત સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૮ થી ૧૪ વર્ષની વય જૂથમાં ૫૦ કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં સાવરકુંડલાની શાળા નંબર છ ની લાડકી દીકરી યશ્વી કલ્પેશભાઈ સોજીત્રાએ લોકગીત સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર સાવરકુંડલા શહેર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે. તેમના માર્ગદર્શક શિક્ષક કલા ગુરુ અરવિંદભાઈ શેલડીયા આ શાળાના પ્રિન્સિપાલ સાહેબ દિપાલીબેન વ્યાસ સમગ્ર સ્ટાફ પરિવાર. એસએમસી કમિટીના અધ્યક્ષ તેમજ સભ્યશ્રીઓ શાળાના બાળકો હર્ષની લાગણી અનુભવે છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ શાળા નંબર ૬ ની વિદ્યાર્થીનીએ શાળાનું ગૌરવ વધાર્યું

















Recent Comments