અમરેલી

અમરેલી જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં સાવરકુંડલાની શ્રી કે.કે હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ મેળવી અનેરી સિદ્ધિ

તારીખ ૪-૨૨-૨૫ ના રોજ વિદ્યાસભા સંકુલ,અમરેલી મુકામે જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અન્ડર-17 વિભાગમાં આ શાળાના વિદ્યાર્થીની ક્રિનાબા પરમારે 1500 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.

                  નંબર મેળવનાર ખેલાડીને માર્ગદર્શન અને કોચિંગ શાળાના વ્યાયામ શિક્ષક વિપુલભાઈ દવેએ આપ્યું હતું.વિજેતા ખેલાડી અને વ્યાયામ શિક્ષકને શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી,ઉ.પ્રમુખ કનુભાઈ ગેડિયા,મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા,સમગ્ર ટ્રસ્ટીગણ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્ય કક્ષાએ પણ સિદ્ધિ હાંસલ કરવા શુભકામનાઓ પાઠવી છે.

Related Posts