અમરેલી

સાવરકુંડલાના સાર્વજનિક દવાખાનામાં આવતી કાલે રાહતદરે હોમિયોપેથીક સારવાર કેમ્પ યોજાશે

રાજકોટના હોમિયોપેથી કન્સલ્ટન્ટ ડો. અમી પાંધી દ્વારા રાહત દરે સેવા પૂરી પાડવામાં આવશે. ડો. અમી પાંધી દ્વારા અનેક અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને સ્વસ્થ કરેલ છે ડો. અમી પાંધીનો ટૂંકમાં પરિચય આપીએ તો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પણ તેમણે ઘણા સમય સુધી ફુલટાઈમ હોમિયોપેથી કન્સલ્ટન્ટ તરીકે સેવા આપેલ છે. મૂળ સાવરકુંડલાના પત્રકાર દીપકભાઈ પાંધીની સુપુત્રી ડો. અમી પાંધી હાલ રાજકોટ ખાતે પોતાનું કલીનીક ચલાવે છે સાવરકુંડલાના વેદકીય રાહત મંડળ સંચાલિત શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં રાહત દરે દાંતના રોગોની સારવાર કરવામાં આવી રહી છે જયારે જૂના અને હઠીલા રોગોની સારવાર માટે દર મહિને એક દિવસ હોમિયોપેથિક કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે  આ વિભાગમાં દર મહિને એક દિવસ રાજકોટ થી હોમિયોપેથિક કન્સલ્ટન્ટ ડોક્ટર અમી પાંધી રાહત દરે સેવા પૂરી પાડે છે, આ હોમિયોપેથીક કેમ્પ આવતી કાલે તા.૧૧-૧૨-૨૫ને ગુરુવારે યોજાશે જેમાં જુના હઠીલા દર્દો ,ચામડીના દર્દો, એલર્જી થી થતા દર્દો, શ્વસનતંત્રને લગતા દર્દો, માનસિક દર્દો ,મહિલાઓને લગતા દર્દો ,એસિડિટી, કપાસી વગેરે દર્દોની આડઅસર  રહિત અક્સીર સારવાર કરવામાં આવશે તો  આ કેમ્પનો લાભ લેવા સાર્વજનીક દવાખાનાની યાદીમાં જણાવાયું 

Related Posts