અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ નાગનાથ સોસાયટી ખાતે ગેસનો બાટલો લીકેજ થતાં અચાનક આગે ભયાનક સ્વરૂપ ધારણ કરેલ

નાગનાથ સોસાયટી, સાવરકુંડલા. ખાતે આવેલ બ્લોક નંબર ૭૦ માં રહેતા  ઇન્દ્રકાંતિભાઈ જોશી (જાણીતા ‘જોશી દાદા ગેરેજવાળા’). ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસના સિલિન્ડરમાં પ્રચંડ ધડાકો થયો હતો.

ધડાકાને કારણે જોશી દાદાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટ બાદ ઘરમાં લાગેલી આગને કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘરના માળખાને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ નીચે મુજબની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી:

ફાયર બ્રિગેડ: આગ પર કાબૂ મેળવવા અને વધુ નુકસાન અટકાવવા તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

 PGVCL ટીમ: શોર્ટ સર્કિટ કે અન્ય દુર્ઘટના ન સર્જાય તે માટે વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ સમાચાર પ્રાપ્ત થતાં ગુજરાત ગેસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગુજરાત ગેસના કનેકશનની ચકાસણી કરી હતી. જો કે ગુજરાત ગેસના કનેક્શનમાં કોઈ લીકેજ કે ફોલ્ટ જોવા મળેલ નથી

Related Posts