રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ; ૧૬ના મોત, ૧૦થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં એકતરફ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ૧૬ લોકોના મોત થયા છે. હક્કાનિ અને મુલ્લા ઉમર સાથે જાેડાયેલી મદરેસામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્નેંૈં-જી નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત ૧૬ લોકોના મોત થયા છે.. અકોરા ખટ્ટકમાં મદરેસા-એ-હક્કાનિયામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ શાહાબ અલી શાહે વિસ્ફોટમાં મદરેસાના સંભાળ રાખનાર અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (સામી જૂથ)ના વડા હમીદુલ હક હક્કાનીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત થયા હતા અને ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (ત્નેંૈં-જી) ના વડા મૌલાના હમીદુલ હક હક્કાનીનું પણ મૃત્યુ થયું હતું. તે ત્નેંૈં-જીના ભૂતપૂર્વ વડા અને ‘તાલિબાનના પિતા’ મૌલાના સમીઉલ હક હક્કાનીનો પુત્ર હતો.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, વિસ્ફોટ પછી તરત જ રેસ્ક્યુ ૧૧૨૨ ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે તે એક આત્મઘાતી હુમલો હતો. દરમિયાન, રેસ્ક્યુ ૧૧૨૨ ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો શુક્રવારની નમાજ માટે મદરેસાના મુખ્ય હોલમાં એકઠા થયા હતા.

તેમજ આ ઘટના બાદ સૂત્રો પ્રાપ્ત માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વા (કેપી) આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પેશાવરની તમામ હોસ્પિટલો અને આરોગ્યસંભાળ કેન્દ્રોમાં કટોકટી જાહેર કરી છે. એક નિવેદનમાં, કમિશનરના સચિવે જણાવ્યું હતું કેઃ “મને જણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે નૌશેરા જિલ્લાના દારા ઉલ ઉલૂમ હક્કાનિયામાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટને ધ્યાનમાં રાખીને, પેશાવર વિભાગની તમામ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક અસરથી તબીબી અને આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.” ઉપરાંત, તબીબી સ્ટાફ અને જરૂરી દવાઓની હાજરી સુનિશ્ચિત કરવી જાેઈએ.

Follow Me:

Related Posts