સાવરકુંડલા તાલુકા શિક્ષણ વિભાગ આયોજીત તાલુકા કક્ષાનાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં કુલ- ૫૩ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. માર્ગદર્શક શિક્ષકો દ્વારા બાળકોને વિજ્ઞાનમેળા માટે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ.
સાવરકુંડલા શહેરમાં આવેલી કન્યાશાળા નં ૨ ના આચાર્યા ભારતીબેન રાઠોડ,તમામ શિક્ષકો તથા વિધ્યાર્થીઑના સહકારથી તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળ નું આયોજન કરવામાં આવેલ.
વિજ્ઞાન પ્રદર્શન ઉદ્ઘાટન માન, કૌશીકભાઈ વેકરીયા સાહેબના વરદ હસ્તે થયેલ,આ કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જીલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્રાજ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા, જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ડેલિગેટ ભીખાભાઇ ધોરાજીયા, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.બી.ગોહિલ, જીલ્લા પ્રાથમિક અધિકારીશ્રી જી.એમ.સોલંકી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ,આ સાથે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી રાજેશભાઇ મહેતા લાયજન અધિકારી ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા.
માન. જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી ગોહિલ સાહેબે બાળકોને વૈજ્ઞાનિક માનસ કેળવવા સંદર્ભે પ્રારણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા સાહેબે તેમના ઉદબોધનમાં તમામ બાળવૈજ્ઞાનિકોને તથા આયોજકોને બિરદાવ્યા હતા,તેમજ બાળકોને કારકીદી સંદર્ભે ખુબજ સુંદર શૈલીમાં પ્રેરણા આપી હતી .
માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબે માર્ગદર્શક શિક્ષકો તથા શિક્ષણ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ હતા . વિદ્યાર્થીઓ સામે વિજ્ઞાન અને કલાના સંદર્ભે સુંદર સવાદ કરેલ હતો. સાથોસાથ સાવરકુંડલા તાલુકા કક્ષાનો કલા ઉત્સવનું પણ આયોજન હોય કુલ ૪૪ બાળકોએ ચિત્રકલા બાળકવિ સંગીત ગાયન અને સંગીત વાદન જેવી સ્પર્ધામાં પોતાની કલાના પ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ણાયકશ્રીઑએ સુંદર સહયોગ આપ્યો માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ માનનીય મામલતદાર સાહેબ તથા માનનીય પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન તળે કાર્યક્રમની સફળ બનાવવા માટે ટીપીઈઓ શ્રી જે કે સરવૈયા બીઆરસી કોડીનેટર તુષારભાઈ જાની તમામ સી.આર.સી કોડીનેટર આઈડી કોડીનેટર બીઆરસી સ્ટાફ ટીપીઓ ઓફિસ સ્ટાફ પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ.





















Recent Comments