ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ . એલપીજી ગેસથી ભરેલું એક ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે ડિવાઇડર તોડી પલટી ગયું,. આ અકસ્માત માલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરૌરા ગામ પાસે બન્યો હતો આ અકસ્માતમાં ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટેન્કરને દૂર કર્યું હતું.
માહિતી મુજબ, આ ટેન્કર ફતેહપુર જિલ્લાના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ટેન્કર કાનપુરથી વારાણસી જઈ રહ્યું હતું નિષ્ણાતો માને છે કે ઉનાળાની ઋતુમાં ટાયર ફાટવાની ઘટનાઓ વધુ બને છે, તેથી ભારે વાહનોની તપાસ કરવી અને ટાયરના દબાણ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
Recent Comments