અમરેલી

પશ્ચાતાપ સંદર્ભે પેપરમાં લખેલું લખાણ, સંસ્કારની સરવાણી: સાવરકુંડલાના ગુરુકુળમાં ઘડાતા ચારિત્ર્યશીલ નાગરિ

વૃક્ષો બચાવી કાગળે સંસ્કાર                            લખતા શીખવ્યું,

ગુરુએ હૃદયના ભાવથી કિરદાર                      લખતા શીખવ્યું.

​ડિગ્રી ભલેને કોઈ પણ દુનિયા                          મહીં મેળવી લઈએ,

માનવ બનીને રાષ્ટ્રનો આભાર                  લખતા શીખવ્યું.

–“પાંધી સર”

​આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણ માત્ર ડિગ્રીઓ મેળવવા પૂરતું સીમિત બની ગયું છે, ત્યારે સાવરકુંડલાના ગુરુકુળમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને કેવળ પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે.​શિક્ષક બિપીનભાઈ  પાંધી તથા યોગેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અહીં એવા સંસ્કાર પીરસવામાં આવેલ  કે જે વિદ્યાર્થીઓના જીવનને આજીવન પ્રકાશિત કરે છે. વર્ષો પહેલાંનો એક કિસ્સો આજે પણ પ્રેરણારૂપ છે. જ્યારે એક વિદ્યાર્થી જોશી શુભમ હરેશભાઈએ પરીક્ષા દરમિયાન ભૂલથી ઉત્તરવહીનું પાનું કોરું છોડી દીધું હતું, ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થતા જ પસ્તાવો થયો હતો. ગુરુજીના શિક્ષણને અનુસરીને, કાગળ એ વૃક્ષોમાંથી બને છે અને તે રાષ્ટ્રીય સંપત્તિ છે તે સમજીને, તેણે તરત જ માફી માંગી હતી.

​આજે અગિયાર વર્ષ બાદ, એ જ સંસ્કારી વિદ્યાર્થી એક જવાબદાર પશુ નિરીક્ષક તરીકે ગૌશાળામાં પોતાની નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યો છે. “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ” ના મંત્રને સાર્થક કરતા આ કિસ્સો સાબિત કરે છે કે જો પાયામાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ હોય, તો એક આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે છે.

આમ એક શિક્ષક તરીકે જ્યારે શિક્ષકે વાવેલું મૂલ્ય-બીજ આટલું સુંદર વટવૃક્ષ બનીને સમાજને ઉપયોગી થાય, ત્યારે એ સંતોષ અનન્ય હોય છે. કાગળનો બચાવ એ માત્ર પર્યાવરણની જ નહીં, પણ રાષ્ટ્રની સંપત્તિનો આદર કરવાની શીખ છે, જે તે સમયે વિદ્યાર્થી તરીકે શુભમભાઈએ બતાવી હતી

Related Posts