જામનગરમાં કિરીટ જાેષી હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સામે ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી. જામનગરમાં કિરીટ જાેષી હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સામે ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી. જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં મામલે ફરિયાદ નોંધાઈ. જયશે પટેલ જામનગરમાં ભૂ-માફિયા તરીકે કુખ્યાત છે અને તેમના ભાઈ ધર્મેશ રાણપરિયા પણ તેમના ગોરખધંધામાં સાથ આપી રહ્યા છે. જામનગરમાં પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં જણાવ્યું કે ધર્મેશ રાણપરિયાએ વ્યાજની પઠાણી ઉઘરાણી ઉપરાંત બળજબરીપૂર્વ મશીનરી પડાવી લીધી હતી.
પોલીસ ફરિયાદ કરનાર કારખાનેદાર લાલજીભાઈ સવજીભાઈ મારકણા શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહે છે. લાલજીભાઈએ પોતાનું કારખાનું ચલાવવા માટે કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી વ્યાજે ૨૫ લાખ રૂપિયા લીધા હતા. લાલજીભાઈએ વ્યાજે લીધેલ રકમ પર બજાર કરતાં વધુ ૧૦ ટકા લેખે ઊંચુ વ્યાજ ચૂકવતા હતા. તેમની ગણતરી મુજબ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં તેમણે ૨૬ લાખ રૂપિયા ચૂકવ્યા છે છતાં પણ ધર્મેશ રાણપરિયા દ્વારા વારંવાર વ્યાજ વસૂલાત માટે ધમકી આપવામાં આવતી હતી. કારખાનેદારની ફરિયાદ મુજબ ધર્મેશ રાણપરિયા પૈસાની વસુલાત કરવા કારખાનામાં ધસી આવ્યો અને ૧૦,૭૮,૦૦૦નો સામાન જબરજસ્તીથી લઈ ગયો. અને તે સામાનની કિમંત પણ ના ચૂકવી. દિવસેને દિવસે જયેશ પટેલના ભાઈ ધર્મશ રાણપરિયાની દાદાગીરી વધતા આખરે કંટાળીને કારખાનેદાર લાલજીભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈપીસી કલમ ૩૮૪ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૫,૩૯,૪૦ અને ૪૨ મુજબ ધર્મેશ રાણપરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments