ઉના ગીર પ્રકૃતિ શિક્ષણ શિબિર ચિખલકુબા ખાતે યોજાઈ તા.૧૫/૦૧/૨૦૨૫ થી ૧૭/૦૧/૨૦૨૫ ગીર (પૂર્વ) વન વિભાગ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર ચિખલકુબા ખાતે સફળતાપૂર્વક યોજાઈ. આ શિબિરમાં પ્રકૃતિના સંરક્ષણ અને જૈવ વિવિધતાના જતન સાથે પાયમાળ ખેતી પદ્ધતિઓ અંગે શૈક્ષણિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.શિબિરના મુખ્ય આકર્ષણ તરીકે પ્રાકૃતિક ખેતી વિષય પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં પ્રશિક્ષક તરીકે નિયુક્ત સાર્થકભાઈ ઠાકર ને પ્રકૃતિપ્રેમી બાળકોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, કમ્પોસ્ટ નિર્માણ, મિશ્ર ખેતી અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીના તાત્વિક અને પ્રાયોગિક પાસાઓની મર્યાદા સમજાવી ખેડુતોએ પોતાનાં ખેતરોમાં આ પદ્ધતિઓ અમલમાં લાવવાની પ્રેરણા આપી.તેમણે પર્યાવરણને અનુકૂળ ખેતીના ફાયદા અને ટકાઉ ખેડાણ પદ્ધતિઓના મહત્વ વિશે વિશદ માહિતીઓ આપી.અહીં ઉપસ્થિત શિક્ષકો અને વન વિભાગના અધિકારીઓએ સાર્થકભાઈ ઠાકર દ્વારા આપવામાં આવેલી સેવાઓ અને માહિતી માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિ સંરક્ષણ સાથે ટકાઉ ખેતી તરફ બાળકોને પ્રેરિત કરવું અને સમાજને પર્યાવરણપ્રેમી જીવનશૈલી તરફ દોરવું હતું. ગીર (પૂર્વ) વન વિભાગ આ શિબિરને સફળ બનાવવામાં સહભાગી તમામ શિક્ષકો, તાલીમાર્થીઓ આભાર માને છે અને આવી શિબિરો દ્વારા પ્રકૃતિપ્રેમી પ્રજાનું નિર્માણ થતું રહે તેવી અપેક્ષા રાખે છે.
Recent Comments