કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરી સરકારશ્રીની રોયલ્ટીની આવકમાં વધારો થાય તે હેતુથી અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરતા અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા મોજે. વૈષ્ણોદેવી સર્કલ તા.જી.ગાંધીનગર પાસેથી ડમ્પર નં ય્ત્ન-૦૨-ઢઢ-૨૧૦૦ દ્વારા રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજના બિન અધિકૃત વહન, ટીંટોડા ગાંધીનગર પાસેથી ડમ્પર નું ડ્ઢડ્ઢ-૦૧-ઁ-૯૮૫૭ માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા પકડવામાં આવેલ.
વધુમાં કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા રાત્રીના સમયે આશરે ૦૪:૦૦ વાગ્યાના સુમારે બાસણ ખાતે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા ૦૧ હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન જેનો મોડેલ નં. ઈટષ્ઠટ્ઠદૃટ્ર્ઠંિ ઇ૨૧૫૧. જેનો પીન નં ૐરૂદ્ગડ્ઢદ્ગ૬૩૫દ્ભઈ૦૦૭૦૬૨૦ન્ બંધ હાલતમાં જાેવા મળેલ જેને આગળની તપાસ અન્વયેની કામગીરી માટે સીઝ કરવામાં આવેલ.
આમ કુલ ૦૩ વાહનો/મશીનની આશરે કુલ ૧.૨૦ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીંગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન સહિત કુલ ૦૩ વાહનો મળી આશરે કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત


















Recent Comments