ગુજરાત

નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 (ધોરણ :- 6)માં વધુ 6 બાળકોની પસંદગી સાથે ગણેશ શાળા-ટીમાણાના કુલ 23 બાળકોની પસંદગી

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025(ધોરણ :- 6)ની પ્રથમ પ્રતીક્ષા યાદી તારીખ :- 20/06/2025 ને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા -ટીમાણાના વધુ 6 બાળકો પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 23 બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025માં પસંદગી પામ્યા છે.એટલું જ નહિ પરંતુ જિલ્લા મુજબ 80 જેટલા જ બાળકોની પસંદગી કરવામાં આવે છે. જેમાંથી એક જ શાળાના 23 વિદ્યાર્થીઓ એટલે કે 28.75 % વિદ્યાર્થીઓની પસંદગી સાથે ગણેશ શાળા – ટીમાણા સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહી છે. બારૈયા મીત નરોત્તમભાઈ (ટીમાણા)એ 91.25 ગુણ,પંડ્યા મનસ હાર્દિકભાઈ (ટીમાણા)એ 88.75 ગુણ, પંડ્યા વરૂણ રમેશભાઈ (ટીમાણા)એ 88.75 ગુણ, મુંધવા દર્શન ધનાભાઈ (વહિયા) 87.50 ગુણ, પરમાર કાર્તિક લવજીભાઈ (ભદ્રાવળ – 2)એ 71.25 ગુણ તથા રાઠોડ જેનીશાબેન રમેશભાઈ (ટીમાણા)એ 68.75 ગુણ પ્રાપ્ત કરી પ્રવેશ મેળવ્યો છે. આ ઉચ્ચ પરિણામ બાળકોની નિયમિત સખત મહેનત અને શાળાના પદ્ધતિસરના આયોજનના કારણે મેળવી શકાયું છે. પસંદગી પામનાર દરેક બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts