fbpx
ગુજરાત

જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ ના કુલ ૫૯ કેસો : કલેક્ટરશ્રી, ગાંધીનગરનાં કડક સુચન અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર તંત્ર દ્વારા સક્રિય કામગીરી

તા.૦૧ ફેબ્રુઆરીના રોજ ચાર વાહનો મળી આશરે ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોકલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રિ થી લઇ દિવસના સમય સુધી વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪વાહનો જપ્ત કરવામાં આવેલ છે.

જયાં કલોલ ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૨૪-ઠ-૪૦૩૧માં ૨૮.૦૪૦ મે.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતા, મોટી ભોયણ,કલોલ ખાતે વાહન ડમ્પર નં. ય્ત્ન-૧૮-મ્‌-૨૬૫૭માં૩૧.૮૮૦ મે.ટનસાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન, છત્રાલ ખાતેથી બે પૈકી એક ડમ્પર નં. ય્ત્ન-૦૮-છઉ-૮૫૩૦માં ૩૧.૨૩૦ મે.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન તથા બીજા ડમ્પર નં. દ્ગન્-૦૬-છ-૬૪૭૨માં ૩૫.૦૮૦ મે.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતા કુલ ચાર વાહનો મળી આશરે ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર જીલ્લા ખાતે બિનઅધિકૃત ખનિજની પ્રવૃતિને અંકુશમાં લાવવા અત્રેના જીલ્લા કચેરીની ક્ષેત્રીયટીમ દ્વારાસઘન ચેકીંગની કામગીરી રાત/દિવસ હાથ ધરીગત માસ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાનખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ ના કુલ ૫૯ કેસો કરી, જેમાં દંડકીય કાર્યવાહી કરી કુલ ૫૨.૯૪લાખની વસુલાત કરવામાં આવેલ છે. જે કેસો પૈકી ૨૪ કેસોમાં દંડકીય વસુલાત કાર્યવાહી હેઠળ છે.

Follow Me:

Related Posts