અમરેલી

દામનગર અઢારેય આલમ ની ઉપસ્થિતિ માં શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ગ્રીન આર્મી સુરત ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર રોપાયું

દામનગર શહેર માં પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં અઢારેય આલમ સમસ્ત દામનગર શહેરીજનો ની ઉપસ્થિતિ માં સુરત સ્થિત ગ્રીન આર્મી ટીમ ના સૈનિકો દ્વારા બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ એકજ ક્યારા માં ત્રિદેવ વૃક્ષ મંદિર મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે રોપાયું ૧૧ સપ્ટેમ્બરે સ્વરાજ આશ્રમ બારડોલી થી પ્રસ્થાન સરદાર સન્માન યાત્રા ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના પરિસર ના ૨૨ સપ્ટેમ્બરે વિસર્જન થશે સોના સરદાર સ્લગોન સાથે રાજ્ય ના ૧૯ જિલ્લા ઓનાં ૬૨ તાલુકા ઓનાં ૩૬૫ જેટલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થનાર સરદાર સન્માન યાત્રા રૂટ ઉપર આવતા ગામો માં દૈનિક ત્રીસ થી વધુ વૃક્ષ મંદિર નિર્માણ ના સંકલ્પ થી ગત તારીખ ૦૫ સપ્ટેમ્બરે વૃક્ષ મંદિરો નિર્માણ અભિયાન સાથે સુરત ની પ્રકૃતિ પ્રેમી સંસ્થાન ગ્રીન આર્મી ટીમ ના જવાનો આજે પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વૃક્ષ મંદિર રોપણ માટે પધારતા સમસ્ત દામનગર શહેર ભર માંથી દરેક સમાજ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થા ઓનાં સૂત્રધારો ની સાક્ષી એ વૃક્ષ મંદિર રોપાયું હતું છોડ માંજ રણછોડ ના દર્શન મહિમા ને મૂર્તિમંત્ર બનાવી પર્યાવરણ નું બેનમુન કાર્ય કરતી ગ્રીન આર્મી ટીમ ને સત્કારવા ખૂબ મોટી સંખ્યા માં દરેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનાં અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ગ્રીન આર્મી ટીમ ની સેવા સમર્પણ અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો હતો પ્રકૃતિ શિક્ષણ અંગે ગ્રીન આર્મી ટીમે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે માનવી ના આપસ માં સબંધ તેની સંસ્કૃતિ સાથે  નો પોતાની 

જેવભૌતિક ભૂમિકા ને સમજવા તેનું મહત્વ જાળવવા જરૂરી કુશળતા અને અભિગમ વિકસાવવા માટે આદર્શો અને ચોક્કસ વિચારધારા નક્કી કરવાની પ્રક્રિયા છે પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણ ની ગુણવતા જાળવવાનો હેતુ દરેક નાગરિકે વૃક્ષ પ્રત્યે સંવેદનશીલ બની વૃક્ષા રોપણ જ નહી પણ વૃક્ષ ઉછેર ની પણ દરકાર રાખવી પડશે ગ્રીન આર્મી ટીમ ની વૃક્ષો પ્રત્યે ની હદય સ્પર્શી નીતિ ને સો કોઈ એ સલામ કરી હતી 

Related Posts