સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા કેળવણી ક્ષેત્રે અનોખી ઓળખ ધરાવતા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સ્નેહ મિલન, વાર્ષિકોત્સવ તેમજ કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સમારંભ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન અહીં મહિલા કોલેજના કેમ્પસમાં વિશાળ વિદ્યાર્થીનીઓની, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અમરેલી ડીવાય એસ. પી. નયનાબેન ગોરડિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ભાજપ કાર્યકરો ઉપસ્થિતિમાં ખૂબજ ઉષ્માસભર વાતાવરણમાં યોજાયું.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવેલ..
આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના પ્રેરક પ્રવચનમાં શિક્ષકની ગરીમા અને મહત્વ વિશે દધિચી ઋષિની સરખામણી સાથે કરી હતી. આજરોજ વય નિવૃત્તિ પામેલ અધયાપકોનું સર્ટિફિકેટ શાલ અને ભેટ સોગાદ સાથે સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ એ સર્ટિફિકેટની મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે આ સર્ટિફિકેટ એ માત્ર દોઢ બાય બે ફૂટનો કાગળ નથી પરંતુ એક શિક્ષકે જીવનભર પોતાના પરિશ્રમ દ્વારા અર્ચિત કરેલી અને વિદ્યાર્થીનીઓમાં નિરૂપિત કરેલી વિદ્યાનું જીવતું જાગતું પ્રતિક છે.આ ઉપરાંત કોઈ પણ સંસ્થાનું મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન સંસ્થાના વિકાસ માટે ઓક્સિજનનું કામ કરી શકે છે. અને આ એલુમની એસોસિયેશન વધુ મજબૂત બનાવવા અપીલ પણ કરી હતી.
મહિલા કોલેજમાં પૂર્વ વિદ્યાર્થિનીઓના સ્નેહમિલન સમારોહ અને માનનીય પ્રોફેસરશ્રીના વયોનિવૃત્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્યમાં શિક્ષણ જગતને બિરદાવતાં જણાવ્યું હતું કે
શિક્ષણના ક્ષેત્રે આ વયોનિવૃત શિક્ષકોના નિષ્ઠાવાન કાર્ય માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રહી, પરંતુ વિચાર, દિશા અને વ્યક્તિત્વ ઘડતર સુધી પહોંચ્યું છે. તેમની માર્ગદર્શનભરી સેવા આજે પણ અસંખ્ય વિદ્યાર્થિનીઓના જીવનમાં પ્રકાશરૂપ બની રહી છે.
આ ઉપરાંત અમરેલી ડીવાયએસપી નયનાબેન ગોરડિયાએ ખૂબ સરળ અને સહજ ભાષામાં કોઈ પણ દંભ કે આડંબર વગર નારી શક્તિના સંઘર્ષ અને કોઈ કાર્ય કરવા માટેનું સંપૂર્ણ સમર્પણ વ્યક્તિને પોતાના ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે. જરૂર છે મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસની વ્યકિત લગ્ન પછી કે માતૃત્વ ધારણ કર્યા પછી પણ યોગ્ય માર્ગદર્શન અને સખત પુરૂષાર્થ અને હાર નહી માનવાનો દ્રઢ સંકલ્પ કેળવે તો મંજીલ સુધી પહોંચી શકે છે. એમ પોતાના જીવન કવન દ્વારા સિધ્ધ કરેલ છે એ વાત પણ કરી હતી. વિશેષમાં તેમણે આવી શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ ક્ષેત્રે પણ મહિલાઓનું યોગદાન પચાસ ટકા જેટલું હોવું જોઈએ એવું કહીને મહિલાઓને ટ્રસ્ટી મંડળમાં પોતાના હિસ્સેદારી વધારવી જોઈએ તેવી ટકોર પણ કરી હતી. તો
આજે નિવૃત થતાં અધ્યાપકોએ પણ પોતાની ભાવવિભોર શૈલીમાં જીવનના અણમોલ અનુભવો શેર કર્યા હતાં. આજે ઉપસ્થિત તમામ માટે સ્વરુચિ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ
એકંદરે સમગ્ર ટ્રસ્ટીગણ ચંદ્રિકાબેન ઘેલાણી, મુકુંદભાઈ નાગ્રેચા, જયંતિભાઈ વાટલીયા, વિનુભાઈ રાવળ તથા ઇન્ચાર્જ આચાર્ય ચાવડા સાહેબ સમેત તમામ કર્મચારીગણની જહેમતથી આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું.


















Recent Comments