પ્રકૃતિ પ્રત્યે માનવી ની ફરજ નો સંદેશ આપતું પરમાર્થ સ્વર્ગીય કંચનબેન પાલડિયા ની સ્મૃતિ માં કરોડો સૂક્ષ્મ જીવાત્મા ને આહાર વ્યવસ્થા કરી અનોખી ઉજવણી કરી

પાલીતાણા તાલુકા નાં ખાખરિયા ગામ નાં હાલ સુરત સ્થિત પાલડિયા પરિવાર નાં પુત્રવધૂ સ્વર્ગીય કંચનબેન લાભુભાઈ નું ગત માર્ચ માં દેહાવસાન થતા સદગત નાં પરિવાર દ્વારા સ્વ કંચનબેન ની લોકિક પ્રથા નાં પ્રસંગો ની ઉજવણી માં દરેક જીવાત્મા નાં કલ્યાણ કરતી પરમાર્થ ની અનોખી પ્રવૃત્તિ કરી ઉજવણી કરી હતી
દામનગર નાં પુત્રી રત્ન અને ખાખરીયા ગામે સાસરી ધરાવતા સ્વ કંચનબેન પાલડિયા નો પરિવાર કાપડ ના અગ્રણી ઉદ્યોગ રત્ન રાધવભાઈ માવજીભાઈ પાલડીયા અરજણભાઈ માવજીભાઈ પાલડીયા પરિવાર પરિવાર તરફ થી કંચનબેન લાભુભાઈ માવજીભાઈ પાલડિયા તેમજ અ: નિ:લાલજીભાઈ માવજીભાઈ અ: નિ: બાબુભાઈ માવજીભાઈ પાલડીયા પરિવાર ના મોક્ષાર્થે રૂપિયા ૧૪૦૦૦ ની કીટ અર્પણ કરી જેમાં ઘઉ ગોળ તેલ સેવ ખાંડ ટોપરું સહિત નું દ્રવ્ય કરોડો સૂક્ષ્મ જીવો કીડિયારું બનાવી ૬૦૦ વિધા જમીન નાં વેરાન વગડા ઓમાં અર્પણ કર્યું ૧૮ મણ વજન નાં ખાદ્ય દ્રવ્ય ને યોગ્ય રીતે સૂક્ષ્મ જીવો સુધી પહોચાડવા મારુતિ મિત્ર મંડળ ખાખરિયા દ્વારા પાલીતાણા શેત્રુંજ્ય ડુંગરાળ ક્ષેત્રે માં આ ભગીરથ પ્રવૃત્તિ ચાલી રહી છે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભરભર પેટ ઈશ્વર કંઈક આપ્યું હોય અને સુખી સંપન્ન હોય તો ઈશ્વર ની રચેલી પ્રકૃતિ માટે માનવ ની પણ કંઈક ફરજ પ્રકૃતિ પ્રત્યે બને છે તેવા ઉચ્ચ વિચારો ધરાવતા સ્વ કંચનબેન પાલડીયા પરિવાર ના પુત્ર રત્નો એ સમસ્ત માનવ સમાજ ને ઉત્તમ સંદેશ આપ્યો છે જીવદયા પરમાર્થ ના પરોપકાર માટે રકમ મોટી હોવી જરૂરી નથી મન મોટું હોવું જરૂરી ચૈત્ર માસ ના ધોમ ધખતા તાપ માં સૂક્ષ્મ જીવો માટે દ્રવ્ય દાન નાનું પણ સમયોચિત દાન અપાય તો મહત્તા ખૂબ મોટી બની શકે છે
Recent Comments