કોડિયા ડેકોરેશન કર્યા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળીના ઉજાશ પર્વની શરૂઆત કરવામાં આવી છે, જેના
ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારોને કપડાં, રમકડાંનું કલેક્શન કરીને વિતરણ કરાશે.
આ ઉપરાંત થેલેસીમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડનીના રોગના બાળકો અને તેના પરિવારજનો દ્વારા રંગબેરંગી
કોડિયા બનાવવામાં આવ્યા છે એ કોડિયાઓનું ડેકોરેશન અને તેમની સાથે દિવાળીના ફટાકડા ફોડવાનો કાર્યક્રમ અને
ભોજન સમારંભ રેડક્રોસના શુભેચ્છકો સાથે યોજાશે. દિવાળી નિમિત્તે જુનિયર રેડક્રોસના બાળકો પણ કોડિયા ડેકોરેશન
કરશે, અલંગના મજૂરોના બાળકો માટે રેડક્રોસ દ્વારા વિનામૂલ્યે ચલાવવામાં આવતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના
બાળકો દ્વારા પણ રંગબેરંગી કોડિયા બનાવવામાં આવ્યા છે. આમ, દિવાળીના તહેવારોના ઉજાશ પર્વમાં
જરૂરીયાતમંદને યથાયોગ્ય મદદ કરવાનો અને તેમના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા તથા ગરીબ અને
જરૂરિયાતમંદ પરિવારો પણ ઉલ્લાસથી દિવાળી પર્વ મનાવી શકે તેવો પ્રયાસ ભાવનગર રેડક્રોસ દ્વારા કરવામાં આવી
રહ્યો છે.


















Recent Comments