અમરેલી

સાવરકુંડલા શહેરમાં પરશુરામ ઉપવન પાસે આવેલ કપોળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ખજૂર દૂધ વેચાણનો શિક્ષણેતર પ્રવૃતિ સંદર્ભે અનોખો પ્રયાસ

સાવરકુંડલા શહેરમાં પરશુરામ ઉપવન પાસે આવેલ કપોળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની દ્વારા ગતરોજ ગૃહ વિજ્ઞાનના ભાગરૂપે ખજૂર અને કાજુ બદામ અને મસાલા સાથેનું ગાયના દુધનું વેચાણ કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવેલ. આમ જીવનમાં ભણતર સાથે ગણતર પણ જરૂરી છે અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અને સભ્યતા પ્રમાણે દિકરીઓને રાંધણ કળા ગુંથણ કળા તેમજ ગૃહઉપયોગી કાર્યો કરવાની તાલીમ પણ મળવી જોઈએ એ ઉદ્દેશ્ય સાથે કપોળ કન્યા છાત્રાલયના મેનેજમેન્ટ દ્વારા પણ આ સંદર્ભ નારી શક્તિની યોગ્ય કેળવણી થાય તેવા પ્રયાસોના ભાગરૂપે અહીં છાત્રાલયના બહારના ભાગે આ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ હોમ પ્રોડક્ટ જેવી કે સાબુ તેમજ અન્ય ગૃહઉપયોગી ચીજોનું વેચાણ માટે મૂકવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા અને કાઠિયાવાડ પરંપરા મુજબ નારી શક્તિના આવા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે નગરજનોએ પણ સહકાર આપવો જોઈએ. આમ ગણીએ તો તંદુરસ્ત સમાજની નીંવ વધુ પરિપક્વ બને એ માટે પણ શહેરીજનોએ આવી માનવોપયોગી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવું આવશ્યક છે.

આજના સમાજ કે  ઝોમેટો દ્વારા ઉપલબ્ધ પીઝા, બર્ગર જેવી ખાદ્ય ચીજોની સર્વિસનું પ્રમાણ ઓછું કરવા માટે અને કાઠિયાવાડી ખાનપાનને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. આ સંદર્ભ જોઈએ તો કપોળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા શુધ્ધ ખજૂર દૂધ અને એ ગરમાગરમ ગાયનું દૂધ શરીરને પોઝીટીવ વાઇબ્રેશન આપે છે. આ ઉપરાંત આ સંસ્થાની દિકરીઓ દ્વારા ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગોની વધુ ગૃહઉપયોગી ચીજ વસ્તુઓનું અભ્યાસ સાથે પ્રોડક્શન થાય એવા પ્રયાસો પણ કરવામાં આવશે. આવી પ્રવૃત્તિ નિહાળીને અહીંથી પસાર થતા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા ભાજપ ટીમ દ્વારા આવી ઉમદા પ્રવૃત્તિઓની મુલાકાત લીધી અને તેની આ પ્રવૃત્તિને બિરદાવી નગરપાલિકા દ્વારા તમામ સહયોગની ખાતરી આપી હતી. આ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ આ આર્થિક ઉત્કર્ષ સાથે મહિલા કેળવણીના આ અભિગમને બિરદાવી કન્યા છાત્રાલયની તમામ દિકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં ધારાસભ્યશ્રીએ તેમને તેમની કેળવણી સંદર્ભે કોઈ મુશ્કેલી કે અડચણ ન આવે  તે સંદર્ભે પણ પોતે સતર્ક રહેશે એવી હૈયાધારણા આપી હતી 

અહીંથી પસાર થતી વખતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ સંસ્થાની મુલાકાત પણ લીધી અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વિગત મેળવી હતી. સંસ્થાની પ્રગતિને બિરદાવી વિદ્યાર્થીનીઓને તથા સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. 

આ વિસ્તારના વિકાસ માટે પણ ટૂંક સમયમાં આઈકોનિક રોડ સાથે અહીંથી થોડે દૂર સરદાર સર્કલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્થાપન કરવાનો પણ સંકલ્પ કરેલ હોય આ વિસ્તારની હવે કાયાપલટ પણ થશે એ વાત પણ નિર્વિવાદ છે. બસ થોડા વક્ત ઓર દો

ટૂકં સમયમાં સાવરકુંડલાને પણ સુવર્ણ કુંડલા બનાવવાની ધારાસભ્ય નગરપાલિકાના સહયોગથી નેમ ધરાવે છે અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી પણ આ સંદર્ભે પોઝીટીવ અભિગમ ધરાવે છે. એટલે સપનાને સાકાર કરવા માટે હવે થોડા સમયની પ્રતિક્ષા છે.

Related Posts