આપણે સૌ જાણીએ છીએ કે સાડી એ બહેનોનો મૂળભૂત પોશાક કહી શકાય. આ મૂળભૂત પોશાકમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળે છે. જેમાં વિસ્તાર તથા ચોક્કસ જ્ઞાતિની માતાઓ તથા બહેનો ચોક્કસ પ્રકારની સાડીઓ પહેરે છે, ત્યારે ગણેશ શાળા – ટીમાણામાં ઉજવાયેલા સાડી દિવસે બહેનોને આ વિવિધ સાડીઓ તથા સાડીઓનું ભારત દેશમાં રહેલ અનોખું મહત્વ જાતે જ જાણ્યું હતું. આ સાથોસાથ ગણેશ શાળા – ટીમાણામાં ભાઈઓ માટે ઇન શર્ટ ડેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાળકોમાં સુઘડતા તથા સ્વયં સુઘડતાના પાઠો શીખવે છે. આમ સાડી એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ કહી શકાય તથા ઇન શર્ટ એ પુરુષોનો આજના સમયનો પૂર્ણ પહેરવેશ થયો છે, ત્યારે આ બંનેમાં સજ્જ થઈને આવેલા બાળકોએ શાળાના વાતાવરણને અનોખો ઉત્સાહ અને આનંદ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો તથા શિક્ષકોઓ જોડાયા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય પરંપરાની સાથો સાથ સુઘડતાના પાઠો શીખવાનો રહ્યો હતો.
ગણેશ શાળા – ટીમાણામાં ઇન શર્ટ ડે તથા સાડી ડેનું અનોખું આયોજન કરવામાં આવ્યું

Recent Comments