સાવરકુંડલા શહેરમાં છેલ્લા છ દાયકાથી પણ વધુ સમયથી દીપાવલીની રાત્રે ‘ઇંગોરિયા યુદ્ધ’ની અનોખી અને રોમાંચક પરંપરા એ જ જુસ્સાથી જામશે. આ અનોખી રમતને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી સાવરકુંડલા આવે છે. ઇંગોરિયાના વૃક્ષના ચીકુ જેવા ફળને સૂકવીને, તેમાં કાણું પાડીને દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ભરીને તૈયાર કરવામાં આવતા ‘ઇંગોરિયા’ને આગની વાટ વડે સળગાવીને સામ-સામા ફેંકવામાં આવે છે.
સાવર અને કુંડલા એમ બે જૂથમાં વહેંચાયેલા લડવૈયાઓ સળગતા ઇંગોરિયા નાખીને એકબીજાની ટોળીઓને દૂર સુધી ખસેડી દે છે. હાલમાં દાડમના ફૂવારાની જેમ આગના ફૂવારા સાથે આ ગોળીઓ રોકેટની જેમ દૂર સુધી જાય છે.
જોકે, સમયના વહેણ સાથે આ લડાઈના નામમાં પરિવર્તન આવ્યું નથી, પરંતુ ઇંગોરિયાના વૃક્ષો ઓછા થતાં હવે તેનું સ્થાન સી.ડી. અને હાલમાં કોકડાએ લીધું છે, જેમાં દારૂખાનું ભરીને તેને તૈયાર કરાય છે.
દીપાવલીની રાત્રે સાવરકુંડલામાં જામશે અનોખું ‘ઇંગોરિયા યુદ્ધ’

Recent Comments