અમરેલી

સાવરકુંડલામાં ગાયના દૂધ અને શુદ્ધ કેસરથી બનેલું અનોખું શિવલિંગ મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન

સાવરકુંડલાના મણીભાઈ ચોક મિત્ર મંડળ (રાઉન્ડ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા આયોજનો કરવામાં આવ્યા છે. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ મંડળ દ્વારા આકર્ષક અને આબેહૂબ શ્રી મહાકાળી માતાજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

આ ભવ્ય આયોજનના ભાગરૂપે, મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા આજે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. શુદ્ધ ગાયનું દૂધ અને શુદ્ધ કેસરનો ઉપયોગ કરીને બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અદ્ભુત અને મનમોહક શિવલિંગના દર્શન કરવા માટે પણ હજારો લોકોની ભીડ જામી હતી, અને દરેક ભક્તે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મણીભાઈ ચોક મિત્ર મંડળ માત્ર તહેવારો પૂરતું સીમિત નથી, પરંતુ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. સામાજિક કાર્યો, અને સાવરકુંડલામાંથી કોઈપણ યાત્રા પસાર થતી હોય ત્યારે શરબત, ચા, આઈસ્ક્રીમ જેવી સેવાઓમાં પણ આ મંડળ સક્રિય રહે છે. આ પ્રશંસનીય કાર્યો દ્વારા મણીભાઈ ચોક મિત્ર મંડળ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts