રાષ્ટ્રીય

ચીનના દક્ષિણ ભાગમાં એક નદીમાં જહાજ અને બોટ વચ્ચે જાેરદાર અથડામણ; ૧૧ના મોત

ચીનના દક્ષિણ ભાગમાં યુઆનશુઈ નદીમાં જહાજ અને બોટ વચ્ચે જાેરદાર અથડામણ થઈ હતી જેના પછી જહાજમાંથી તેલ લીકેજથી જળચર જીવો માટે જાેખમ વધી ગયું છે. ઓઇલ સ્પીલને સાફ કરવા માટે વપરાતું જહાજ કથિત રીતે એક નાની હોડી સાથે અથડાયું હતું, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ગુમ થયા હતા. જેમની શોધ ચાલી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હુનાન પ્રાંતની યુઆનશુઈ નદીમાં અકસ્માત દરમિયાન ૧૯ લોકો પાણીમાં પડી ગયા હતા, જેમાંથી ત્રણને તે જ દિવસે બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માત એવા સ્થળે થયો હતો જ્યાં નદી સરેરાશ ૬૦ મીટર (૨૦૦ ફૂટ) કરતાં વધુ ઊંડી અને ૫૦૦ મીટર (૧,૬૦૦ ફૂટ) પહોળી છે. અકસ્માત બાદ ડૂબેલાલોકોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

Follow Me:

Related Posts