અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ એક સાત વર્ષની બાળકીનો શિકાર કરી ઉઠાવી જતાં ગ્રામજનોમાં ફફડાટ અને ભયનું મોજું ફરી વળ્યું.

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામની સીમ વિસ્તારમાં  એક દીપડાએ એક સાત વર્ષની બાળકી શિકાર કરી ઉઠાવી જતાં ગ્રામજનોમાં ભય અને દુખની લાગણી પ્રસરી જવા પામી. વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના એક  પરપ્રાંતી પરિવાર કપાસ વીણતો હતો અને તેવા સમયે સાત વર્ષની બાળકીને દીપડો શિકાર કરીને ઉઠાવી ગયો દીપડાએ બાળકીનો શિકાર કરી મોતને ઘાટ ઉતારતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઇ. ગ્રામજનો દોડયા પરંતુ બાળકી ન બચી શકી. સાવરકુંડલા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતાં બાળકીના  મૃતદેહનો કબ્જો લીધો મૃતક બાળકીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાય આવી પરિસ્થિતિ સર્જાતા પરિવાર પર તો જાણે આભ પડ્યું હોય તેવો શોકમય માહોલ જોવા મળ્યો હતો. વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા 

મોડી રાત સુધીમાં દીપડાના લોકેશન આધારે પકડવા માટે કવાયત હાથ ધરાશે 

દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તે છે. 

દીપડાને તાકીદે પકડવા સામાજિક કાર્યકર નીરુભાઈ  ખુમાણે માંગ કરી છે.

Related Posts