· ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવાર્ડ વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ શ્રી હાજી રમકડાંનું નામ કમી કરવા ભાજપવાળા ને ચૂંટણી પંચ ભેગા મળી ફોર્મ ૭ ની કાર્યવાહી કરે એ ગુજરાતની અસ્મિતાનું અપમાન છે:અમિત ચાવડા
· ગુજરાતમાં SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ નં. ૭ નો દુરુપયોગ કરી મતાધિકાર છીનવવાના સુનિયોજિત ષડયંત્ર : અમિત ચાવડા
· પુરાવા વગર, ખોટા ફોર્મ નં. ૭ ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરોઃ અમિત ચાવડા
· ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા નિશ્ચિત વર્ગો અને સમુદાયોને ટાર્ગેટ કરી મતદાર યાદીમાંથી નામ કાઢવાના પ્રયાસો : અમિત ચાવડા
· મતદારોના નામ કમી કરવા ફોર્મ નં. ૭ દ્વારા કોણે-કોના સામે વાંધા લીધા છે તે ફોર્મ-યાદી જાહેર કરો
: અમિત ચાવડા
· ચૂંટણી પંચ ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યું છે : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ગુજરાતના ચૂંટણી કમિશનરને આવદેન પત્ર આપ્યા બાદ પત્રકારોને સંબોધન કરતા કહ્યું, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ચૂંટણી પંચની મીલીભગતના કારણે એક બાજૂ વોટ ચોરી થઈ રહી છે તો બીજી બાજુ SIR ની કામગીરીના નામે દેશના અને ગુજરાતના લોકોનો બંધારણે મતનો અધિકારી આપ્યો છે તેને છીનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ. બીએલઓ અને આખું ચૂંટણી પંચ અને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. તેમાં 70 લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા હતા. ત્યારે ચોક્કસ એવું લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા, વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો સમયગાળો 18 જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો હતો. 15 જાન્યુઆરીએ ફોર્મ નંબર 7 નહિવત્ પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. જે 16,17 અને 18 જાન્યુઆરીએ રાતો રાત લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય જાય છે. આ એક સુનિયોજિત રીતે સંગઠિત રીતે ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે.કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે.
ભાજપના નેતાઓ, કાર્યાલય માંથી ઠેલા ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે.ચૂંટણી પંચે તારીખ લંબાવીને 18 જાન્યુઆરીને બદલે 30 જાન્યુઆરી કરી છે. ત્યારે ફરી 18 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ કોંગ્રેસ પક્ષે એક ડેલીગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી હતી.આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં ફરિયાદ આપી છે. તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે, કેટલાક કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ શાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વવિખ્યાત હાસ્યકાર કલાકારને સરકાર પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે. હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ, જે આપણા સૌનું ગૌરવ છે, એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજી એનું નામ કમી કરવા ભાજપના નેતા ફોર્મ 7 આપે છે.
એક બાજુ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી હારિશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે બાર લાખ પચાસ હજાર કરતાં વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસીપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતાં વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કહે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો એક લાખ કરતાં વધારે જ છે. બાર લાખને પચાસ હજારની આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. લગભગ સાડા બાર લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગતથી રચાયું છે.વારંવાર માગણી કરી, આવેદનપત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે. પણ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે,કયાં કારણસર વાંધો આપવામાં આવ્યો છે?
કોંગ્રેસ પક્ષના આગેવાનોએ રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારા આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે, ફોર્મ નંબર સાતનો જે અરજદાર છે એણે પૂરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પૂરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી.પરંતુ BLO ને ફરી પાછા ઘેર ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહ્યું હોય,એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહીં દઈએ.એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું.લીગલ લડાઈ પણ લડીશું,જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છે કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે. કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે, નહી તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તે એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે. ફોર્મ નંબર સાત માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે,ખોટું એકરાર કરે તો અરજદાર સામે FIR નોંધાય અને કાયદેસરની કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ.
સાડા બાર લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ ચૂંટણી પંચ કહે છે કે હજુ સુધી અમે એક લાખ પચાસ હજાર જેટલી જ એન્ટ્રી કરી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે દસ લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર,આ ચૂંટણી પંચ જાતે આજની તારીખે કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માંગણી કરી છે કે આ દસ લાખ કરતાં વધારે ખોટા ફોર્મ ભરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, એફઆઈઆર કરો એમને જેલના સળિયા પાછળ મોકલો, જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું કે એસઆરની પ્રક્રિયામાં મજાક કરે છે એવું લોકો ના સમજી બેસે. પંચ પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલા ભરો એવી માગણી કરી છે.
ઉપરોક્ત ડેલિગેશનમાં પૂર્વ સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, પુંજાભાઈ વંશ, પ્રદેશ પ્રવક્તા ડૉ. અમિત નાયક, ઉપપ્રમુખ શ્રી નુસરત પંજા અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સોનલબેન પટેલ હાજર રહ્યા હતા.


















Recent Comments