અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કલની સામે છસ્ઝ્ર ગાર્ડનમાં મંગળવારની સાંજે કૌશિક મકવાણા નામના યુવકે ક્રિષ્ના મારવાડી નામની પરિણીતા પર છરી વડે ૧૦થી વધુ છરીના ઘા મારીને તેની હત્યા કરી અમદાવાદ શહેરમાં થયેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. છસ્ઝ્ર ગાર્ડન જેવા જાહેર ઉદ્યાનમાં દિવસે એક પરિણીતાની ર્નિદયતાથી હત્યા થઈ હોય તેવી ઘટના અત્યંત ચિંતાજનક છે. આ ઘટના સૂચવે છે કે આપણું શહેર હિંસાના સામાજિક રોગથી પીડાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કલની સામે છસ્ઝ્ર ગાર્ડનમાં મંગળવારની સાંજે કૌશિક મકવાણા નામના યુવકે ક્રિષ્ના મારવાડી નામની પરિણીતા પર છરી વડે ૧૦થી વધુ છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ હુમલો એટલો બેરહેમ હતો કે મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
હત્યા સમયે મહિલાનો નાનો પુત્ર પણ હાજર હતો. આ ઘટનાએ બાળકના જીવન પર કેવો પ્રભાવ પાડ્યો હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. હત્યા કર્યા બાદ આરોપી કૌશિક મકવાણા ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી અને થોડા સમય બાદ તેને સાબરમતી નદીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આત્મહત્યાનો પ્રયાસ માન્ય રાખી તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ આરોપી અને પીડિતા વચ્ચેના સંબંધો, હત્યાનું કારણ અને ઘટનાની પાછળના કારણો શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંને વચ્ચે કોઈ ઝઘડો થયો હતો. આ ઘટનાએ શહેરની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. એક તરફ શહેરમાં ઝ્રઝ્ર્ફ કેમેરા અને પોલીસ બળ વધ્યું છે, પરંતુ બીજી તરફ આવી ઘટનાઓ બનતી રહે છે. આ સૂચવે છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી બની છે.


















Recent Comments