આણંદમાં ભાજપના કોર્પોરેટરના સગા ભાઈએ એક મહિલા સાથે દુષ્કર્મ આચયૌ

પત્નીને શંકા જતા બેડરૂમમાં અલગ-અલગ કેમેરા ગોઠવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આણંદના દુષ્કર્મી ભાજપ કોર્પોરેટરનો ભાઈ પણ વિકૃત હોવાની વાત સામે આવી છે,દીપુ પ્રજાપતિનો ભાઈ કમલેશ પ્રજાપતિ પણ ઐયાશીનો શોખીન હોવાની વાત સામે આવી છે,પત્ની ઘરે હાજર ના હોય ત્યારે અન્ય મહિલાઓને ઘરે બોલવતો હોવાની વાત સામે આવી છે અને તેમાં પણ પત્નીએ હિડન કેમેરાથી સમગ્ર ઓપરેશન પાર પાડી દીધુ છે.ભાજપના દુષ્કર્મી કોર્પોરેટર બાદ તેના ભાઈ કમલેશ પ્રજાપતિનો પણ વીડિયો વાયરલ થયો છે,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
જેમાં કમલેશ પ્રજાપતિ છે કે અન્ય કોઈ છે તે ફલિત થતું નથી પરંતુ સૂત્રો તરફથી માહિતી સામે આવી છે કે તેની પત્નીએ આ વીડિયો હિડન કેમેરામાં કેદ કર્યો હતો. પત્નીને શંકા જતા બેડરૂમમાં અલગ-અલગ કેમેરા ગોઠવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે,તો માહિતી એ પણ સામે આવી છે કે આ ગંદો વીડિયો તેની પત્નીએ જ વાયરલ કર્યો છે.આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કમલેશ પ્રજાપતિ વિરુદ્ધ વર્ષ ૨૦૧૯માં મહેસાણાના કોઈ પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ ફરિયાદ કરી હતી પરંતુ તેને લઈ હજી કોઈ ન્યાય મળ્યો નથી તો જે વીડિયો વાયરલ થયો છે તે વર્ષ ૨૦૧૭નો માનવમાં આવી રહ્યો છે.ત્યારે બન્ને ભાઈઓની કાળી કરતૂસથી પરિવારમાં તો ઠીક પણ સમાજમાં પણ રોષની લાગણી જાેવા મળી રહી છે.હિડન કેમેરામાં કેદ થયેલી ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. બન્ને ભાઈઓ ઐયાશીના શોખીન હોવાની વાત સામે આવી છે.ત્યારે બન્નેની પત્નીઓ આ વાતને લઈ કંટાળી ગઈ છે,એક બાદ એક નવી કરતૂસો આ લોકોની સામે આવી રહી છે જેને લઈ પરિવારમાં અને મિત્ર વર્તુળ હાહાકાર મચી ગયો છે,દીપુ પ્રજાપતિ કોર્પોરેટર ઝડપાય પછી અનેક નવા ખુલાસાઓ થઈ શકે તેવી પોલીસને શંકા સેવાઈ રહી છે.
Recent Comments