ભૂતિયા ગામે તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં લેખિત અરજી

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના ભૂતિયા ગામે તબીબે પ્રસુતાની ડિલિવરી કરાવતા મહિલાને ગર્ભાશયમાં નુકસાન પહોંચ્યું હતું, તે બાદ તે મહિલા ની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમ છતાં, મહિલાની તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રસુતાની તબિયત બગડતાં પતિ સહિત પરિવાર રોષે ભરાયો હતો. પરિવારે બોગસ તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં રજૂઆત કરી હતી અને કાયર્વાહી કરવા અરજી કરી હતી. ગ્રામજનો નું કહવું છે કે ખેડબ્રહ્મા, તાલુકાના ભૂતિયા ગામે નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે અને તેમના પર અંકુશ મેળવવો ખૂબ જરૂરી છે.
Recent Comments