જામનગર જિલ્લાના જામજાેધપુર ના ઈશ્વરીયા ગામમાં રહેતા ૪૦ વર્ષ ના ખેડૂત યુવાન લખમણભાઇ અરજણભાઈ બેલા ટ્રેક્ટરની ટ્રોલીનું રીપેરીંગ કામ કરતી વખતે અચાનક જેક છટકી જતાં માથું ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે આવી ગયું હોવાથી ગંભીર ઈજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતું
ખેડૂત યુવાન પોતાની વાડીમાં ખાતર ભરતા હતા, જે દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીનો જેક ખરાબ થઈ ગયો હતો અને તેઓ તેનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા , જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.
મૃતક ખેડૂત ના પુત્ર દિવ્યેશ લખમણભાઇ બેલાએ પોલીસને જાણ કરતાં જામજાેધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજાે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામજાેધપુરના ઈશ્વરીયા ગામમાં ખેડૂત યુવાનનું ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત માં મોત

Recent Comments