fbpx
ગુજરાત

વીરપુરના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી

યાત્રાધામ વીરપુરનાં ગેસ્ટ હાઉસમાં બગસરા પંથકના એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.આ યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો અનુસાર બાબા ગેસ્ટ હાઉસમાં બનેલ આ આપઘાતનો બનાવ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સામે આવ્યો હતો.

મૃતક ૪૫ વર્ષીય મૃતક તેજસ કાંતિભાઈ સગર મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી છે તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બેરોજગારીને કારણે આપઘાત કરું છું. આ બનાવ અંગે ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ વીરપુર પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૃ કરી છે.આ બનાવ બાદ ગેસ્ટ હાઉસ અને હોટલો ચર્ચાનો વિષય બન્યા છે. નોંધનીય છે કે, પથિક એપ્લિકેશનમાં સંચાલકાએે હોટેલમાં રોકાયેલા લોકોની આધાર કાર્ડ સાથેની એન્ટ્રી કરવાની હોય છે પણ ઘણી હોટલોમાં રોકાણકારોની એન્ટ્રી થતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની હોટલોની ક્ષતિ બહાર આવે તેમ છે.

Follow Me:

Related Posts