જિલ્લામાં વધુ ત્રણ અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. સાવરકુંડલામાં યુવકે માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાધો હતો. બાબરાના નિલવડા ગામે પરિણીતાનું વીજશોક લાગતાં મૃત્યુ થયું હતું. રાજુલાના ધુડીયા આગરિયા ગામે યુવકે ઝેરી દવા પીતાં મૃત્યુ થયું હતું. સાવરકુંડલામાં રહેતા દિનેશભાઈ પ્રેમજીભાઈ મુછડીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, ધર્મેશભાઈ ઉર્ફે ધ્રુવ દિનેશભાઈ મુછડીયા (ઉ.વ.૨૨) માનસિક બીમાર રહેતા હતા. જેથી પોતાની મેળે ઘરેથી નીકળી ચુંદડી વડે ગળાફાંસો ખાતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં બાબરાના નિલવડા ગામે રહેતા મુકેશભાઈ જાગાભાઈ મેટાળીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની દયાબેન મુકેશભાઈ મેટાળીયા (ઉ.વ.૩૩)ને વીજશોક લાગતાં અકસ્માતે મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના ધુડીયા આગરિયા ગામે રહેતા રાહુલભાઈ રામજીભાઈ ધાપા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, હીરા ઘસવાનું કામ કરતાં દિલીપભાઈ લાલજીભાઈ ધાપા (ઉ.વ.૫૦)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.
સાવરકુંડલા શહેરમાં યુવકે માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાધો

















Recent Comments