ખાંભામાં એક મહિલા સરકારી કર્મચારીની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીએ મહિલાને જાતીય સંબંધ બાંધવાની માગણી કરી હેરાન કરી હતી. આ ઘટના બે અલગ-અલગ સ્થળે અને બે જુદા જુદા સમયે બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી મહિલા ખાંભા સરકારી દવાખાનામાં નોકરી કરે છે અને પીપળવા ખાતે રહે છે. આશરે પંદરેક દિવસ પહેલાં, મહિલા પોતાની નોકરી પૂરી કરીને ખાંભાથી પીપળવા પોતાના ઘરે જઈ રહી હતી. તે સમયે આરોપી સંજયભાઇ નગવાડીયાએ ખાંભા-પીપળવા વચ્ચે આવેલ રાંદલ માતાના મંદિર પાસે મહિલાને પોતાની મોટર સાયકલમાં બેસાડી હતી. આ દરમિયાન, આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવા માટે જાતીય માંગણી કરી હતી અને તેની છેડતી કરીને મિત્રતા કરવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહીં, ફરિયાદી મહિલા ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે હાજર હતી, ત્યારે આરોપી ફરીથી ત્યાં આવ્યો હતો અને ફરીવાર મિત્રતા કરવા કહીને મહિલાની છેડતી કરી હતી. આ ઘટના અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સરકારી કર્મચારીની સુરક્ષિત જગ્યાએ અને મંદિર પાસે છેડતીના આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.
ખાંભા પંથકમાં મહિલાની છેડતી કરી યુવકે શારીરિક સબંધ બાંધવા દબાણ કર્યું


















Recent Comments