ગુજરાત

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી રિક્ષા ચાલક યુવકની હત્યા કરાઈ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં સ્થિત એક ચાની દુકાન પાસે ગઈકાલે મોડી રાત્રે શકીલ ઉર્ફે બાંગાની કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી.સુરત શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં વધુ એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં સ્થિત એક ચાની દુકાન પાસે ગઈકાલે મોડી રાત્રે શકીલ ઉર્ફે બાંગાની કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ ઉપરાંત શકીલના મિત્ર સોહેલને પણ આ બનાવમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેર અને જિલ્લામાં દિવસે દિવસે હત્યાની ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે. હત્યારાઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતે હત્યાના બનાવો બની રહ્યાં છે. શહેરમાં બે દિવસમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં સ્થિત એક ચાની દુકાન પાસે મોડી રાત્રે 18 વર્ષના શકીલ ઉર્ફે બાંગાની કેટલાક અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનામાં શકીલનો મિત્ર સોહેલ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પોલીસનું માનવું છે. હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મૃતક શકીલ રિક્ષા ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ હત્યા પાછળ લિંબાયતની જાણીતી દાલ ચાવલ અને લસ્સી ગેંગ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Related Posts