fbpx
ગુજરાત

સુરતમાં સરકારી શાળામાંથી યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો

સુરત હીરાબાગની સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો સુરત ના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો લટકતો મૃતદેહ મળ્યો છે. શાળાના ગાર્ડનની અંદર હિચકાની સાંકળ સાથે યુવકે ફાંસી લગાવી છે. હીરાબાગની સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. મૃતદેહને હાલ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ખાતે અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો હતો. હીંચકાની સાંકળ સાથે ગળું બાંધીને આપઘાત કરી લીધો હતો. જેથી શાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા ઝ્રઝ્ર્‌ફ ની મદદ લઈ તપાસ ચાલુ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts