બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ‘ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ બાદ તરત જ એક કોમેડી ફિલ્મની સ્પર્ધા નડી શકે તેમ છે. બીજી તરફ ૨૦મી જૂનની તારીખ પ્રમાણમાં ખાલી છે અને તેની આસપાસ કોઈ મોટી ફિલ્મો રીલીઝ થવાની નથી. ‘લાલસિંહ ચઢ્ઢા‘ ફલોપ ગયા પછી આમિર ખાનની આ કમબેક મૂવી છે અને તેથી તે કમશિર્અલી કોઈ જોખમ લેવા માગતો નથી. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ મૂળ સ્પેનિશ ‘ચેમ્પિયન‘ની રીમેક છે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આમિર ખાનનું તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ

Recent Comments