ચંદીગઢ મેયર ચૂંટણીમાં છછઁ-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી છે. લોકસભા ચૂંટણી પહેલા આવેલું આ રિઝલ્ટને ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં મનોજ કુમારને ૧૬ મત મળ્યા છે. બીજી તરફ આમ ઉમેદવાર કુલદીપ કુમારને ૧૨ મત મળ્યા હતા. જ્યારે ૮ મત રદ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો છે. મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (છછઁ) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું.
સમજૂતી હેઠળ છછઁએ મેયર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતો, જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.ચંદીગઢ મેયરની ચૂંટણી માટે મતદાન ૧૮ જાન્યુઆરીએ થવાનું હતું પરંતુ પ્રિસાઈડિંગ ઓફિસર બીમાર પડ્યા બાદ ચંદીગઢ વહીવટી તંત્રએ તેને ૬ ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. તેની સામે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ અને છછઁના કાઉન્સિલરોએ ચૂંટણી ટાળવાના વહીવટીતંત્રના આદેશનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૩૦ જાન્યુઆરીએ મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.


















Recent Comments