રાષ્ટ્રીય

AAP વિધાયકે વિધાનસભામાં નોટોના બંડલ દેખાડ્યા, આપ્યું એવું નિવેદન કે બધા હલી ગયા

રાજધાની દિલ્હીમાં વિધાનસભામાં એક ધારાસભ્યએ એવું કર્યું કે બધા હલી ગયા કે આવું કોઈ વ્યક્તિએ ક્યારેય વિધાનસભામાં નથી કયું અને કોઈએ વિચાર્યું પણ નહિ હોય કોઈ ધારાસભ્યે વિધાનસભામાં આવું કર્યું હોય અને કોઈ પ્રદેશની હોય તો કોઈ માની પણ શકે આતો દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની વાત છે. રાજધાની દિલ્હીમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભભ્ય મહેન્દ્ર ગોયલે નોટોના બંડલ દેખાડ્યા અને સદનમાં દાવો કર્યો કે દિલ્હીની બાબાસાહેબ આંબેડકર સરકારી હોસ્પિટલમાં તેમને લાંચની રજૂઆત કરાઈ. આ લાંચ તેમને એક પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરે આપવાની કોશિશ કરી. મહેન્દ્ર ગોયલે જણાવ્યું કે રોહિણીના બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં નર્સિંગ સહિત અનેક પદો પર થનારી ભરતીમાં વસૂલી થાય છે.

ભરતી પ્રક્રિયામાં ગિરરીતિઓની ફરિયાદ કરતા ગોયલે દાવો કર્યો કે ભરતી પ્રક્રિયા અંગે ચૂપ રહેવા માટે મને લાંચ આપવાની કોશિશ કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક શક્તિશાળી લોકોથી હવે તેમને જાેખમ છે. જાે કે આમ છતાં તેઓ વિચલિત થયા નહીં અને પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી. ગોયલના જણાવ્યાં મુજબ તેમણે ડીસીપી, મુખ્ય સચિવ અને ઉપરાજ્યપાલને પણ આ મામલે ફરિયાદ કરી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં નિયમો મુજબ ૮૦ ટકા પદો પર જૂના કર્મચારીઓને રાખવાનો કાયદો છે. પરંતુ એવું થતું નથી.

આ પદો પર ભરતી માટે પૈસા વસૂલાય છે. નોકરી પાકી થયા બાદ પણ લોકોને પૈસા મળતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર પહેલેથી જ પૈસા ખાઈ જાય છે. રિઠાલાથી આપના ધારાસભ્યે કહ્યું કે આ મામલે જ્યારે કર્મચારીઓએ ધરણા ધર્યા તો તેમની સાથે મારપીટ કરવામાં આવી. ગોયલે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી. જાે કે વિધાનસભા અધ્યક્ષે તેના પર કોઈ ર્નિણય લીધો નથી. સદનની કાર્યવાહી દરમિયાન દિલ્હી વિધાનસભાની અંદર હંગામો થયો, ત્યારબાદ માર્શલ્સની મદદથી ભાજપના ચાર વિધાયકોને સદનની બહાર કરી દેવાયા. બહાર કરાયેલા વિધાયકોમાં ભાજપના એમએલએ અભય વર્મા, અનિય વાયપેયી, અજય મહાવર અને ઓપી શર્મા સામેલ છે.

Related Posts