માર્ચ મહિનો શરૂ થતા જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. આ ગરમીથી બચવા માટે અનેક લોકો એસીની ખરીદી કરવા લાગ્યા છે. એસી ઠંડક આપવાનું કામ કરવાને કારણે ગરમીથી મોટી રાહત મળે છે. આ ગરમીમાં સ્કિન પણ બળવા લાગે છે. આમ, જો તમે આ ગરમીથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ અહિં…
- એસીના કેપેસિટી પર ચોક્કસપણે ધ્યાન આપો. રૂમની સાઇઝ પ્રમાણે તમે એસીના મોડલની પસંદગી કરો. જનરલ એસી 1 ટન, 1.5 ટન અને 2 ટનની ક્ષમતા ધરાવે છે. જો તમારા રૂમની સાઇઝ નાની હોય તો તમારે 1 ટનનું અથવા તો 1.5 ટનનું એસી પણ ચાલે છે. પણ જો તમારું રૂમ મોટો હોય તો બે ટનનું એસી જોઇએ. જો તમારો રૂમ મોટો હોય અને તમે એક ટનનું એસી લાવો છો તો કુલિંગ પ્રોપર રીતે થશે નહિં અને બિલિંગ પણ વધારે આવશે.
- આજકાલ અનેક એસી ઇન્વર્ટર ટેગ સાથે આવે છે. જો તમે ઇન્વર્ટર એસી ખરીદો છો તો તમારું બિલિંગ ઓછુ આવે છે. આ માટે ખાસ કરીને એસી લેવા જાવો ત્યારે ફિચર્સ પર પણ ખાસ ધ્યાન આપો.
- એસી લેતા પહેલા ખાસ તમારા ઘરમાં જગ્યાને ધ્યાનમાં રાખીને એસીને ખરીદી કરો જેથી કરીને પાછળથી પસ્તાવું ના પડે.
- એસીની ખરીદો કરો ત્યારે એના ઇન્સ્ટોલેશનથી લઇને વિન્ડો અથવા સ્પિલટ એસી અને ટન સુધીની અનેક બાબતો પર ખાસ ધ્યાન આપો.
- જો તમે પાડોશી અને મિત્રોના ઘરે જેવું એસી છે એવું લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારી એક મોટી ભૂલ છે. તમારે તમારી અનુકૂળતા મુજબ એસીની પસંદગી કરવી જોઇએ.
Recent Comments