આજરોજ શ્રી ધજડી પ્રાથમિક શાળામાં વાસમો (WASMO) યોજના અંતર્ગત પાણીની શુદ્ધતા ચકાસવા માટેના એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલીથી પધારેલા વોટર ટેસ્ટિંગ મેનેજર શ્રી બલદાણીયા હામાંભાઈ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણીના પરીક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શ્રી બલદાણીયા સાહેબે પાણીના વિવિધ નમૂનાઓ લઈ તેનું પ્રત્યક્ષ પરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે પાણીમાં TDS (Total Dissolved Solids) નું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને આરોગ્યપ્રદ પીવાલાયક પાણીના માપદંડો શું છે. શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી રમણીકભાઈ મારુએ પણ આ પ્રક્રિયામાં જોડાઈને પાણીનું ટેસ્ટિંગ કર્યું હતું. સાથે શિક્ષક શ્રી ઉમેશભાઈ વરમોરા, પરેશભાઈ સતાસીયા, વિશાલભાઈ ગોહિલ તથા ગુલાબબેન કથીરિયા જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રક્રિયા નિહાળી હતી અને કાર્યક્રમના અંતે પાણીને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેનો શ્રી બલદાણીયા સાહેબે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સચોટ ઉત્તર આપ્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રવજીભાઈ બગડાએ વાસમો ટીમનો આભાર માનતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય છે અને શુદ્ધ પાણીના મહત્વ વિશે જાગૃતિ આવે છે. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
















Recent Comments