અમરેલી

સાવરકુંડલની શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઇસ્કુલના વિદ્યાર્થીની સિદ્ધિ

ભારતીય માંનાક બ્યુરો (BIS) દ્વારા આયોજિત નેશનલ ક્વિઝમાં જે.વી મોદી હાઈસ્કૂલ સાવરકુંડલાના વિદ્યાર્થીની નોંધપાત્ર સિદ્ધિ

ભારતીય માંનાક બ્યુરો (Bureau of Indian Standards – BIS) દ્વારા આયોજિત નેશનલ ક્વિઝ સ્પર્ધામાં જે.વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થી માનવ સોલંકીએ ઉત્તમ પ્રદર્શન કરીને ભારતભરમા ચોથો રેન્ક પ્રાપ્ત કરી શાળા તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.

આ સફળતા પાછળ BIS MANTERS સાવજ નીતિનભાઈનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું. તેમના સતત પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શનના પરિણામે વિદ્યાર્થી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો હોવાનું શાળાના વલણમાં જણાવાયું છે.

શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જીતુભાઈ ભટ્ટે વિદ્યાર્થી માનવ સોલંકીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી તેમજ માર્ગદર્શક અને સહયોગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડીયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ તમામ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને દિલથી અભિનંદન પાઠવી શાળા પરિવારની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની પ્રશંસા કરી હતી.આ સિદ્ધિથી શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે અને શાળાનું નામ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થશે તેવું સર્વે માન્યું હતું.

Related Posts