ભાવનગર

ખેલ મહાકુંભ 2025 માં ગણેશ શાળા ટીમાણાની સિદ્ધિ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 માં ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો. જે પૈકી જિલ્લા કક્ષાએ જુડો સ્પર્ધામાં પ્રથમ નંબરે 11 બાળકો , દ્વિતીય ક્રમાંકે 10 બાળકો અને તૃતીય ક્રમાંકે 8 વિદ્યાર્થીઓ તથા કુસ્તીમાં પ્રથમ ક્રમાંકે 9 દ્વિતીય ક્રમાંકે 11 તૃતીય ક્રમાંકે 11 તેમજ કરાટેમાં પ્રથમ ક્રમાંકે 6 દ્વિતીય ક્રમાંકે 9 તથા તૃતીય ક્રમાંકે 13 બાળકો ટેકવિન્ડોમાં પ્રથમ ક્રમાંકે 8 દ્રિતીય ક્રમાંકે 9 તૃતીય ક્રમાંકે 13 બાળકો એથ્લેટિક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે 5 દ્વિતીય ક્રમાંકે 4 તૃતીય ક્રમાંકે 4 બાળકોએ સફળતા પ્રાપ્ત કરી હતી આ ઉપરાંત શાળાકીય રમતોત્સવમાં 2 બાળકોએ ગોલ્ડ મેડલ 4 બાળકોએ સિલ્વર મેડલ તથા 8 બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે, આ બદલ શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે…

Related Posts