fbpx
અમરેલી

તાજેતરમાં  લેવાયેલ JEE – 2025માં  ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી.

અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાનું ગૌરવ વધારતાં વિદ્યાર્થીઓતાજેતરમાં જાહેર થયેલ JEE -2025ના પરિણામમાં ગણેશ શાળા- ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે. તળાજા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ટીમાણા ગામની ગણેશ શાળામાં અભ્યાસ કરતાં બારૈયા કુલદીપ સામતભાઈ (મોટી પાણીયાળી) 98.43 PR, પંડયા આસ્તિક મુકેશભાઈ (હુબકવડ) 97.67 PR, ભીલ મયુર અરવિંદભાઇ (સરતાનપર) 97.30 PR, જાની દર્શન અશોકભાઇ (સથરા) 96.02 PR, સોલંકી મિલન કિશોરભાઈ (રોયલ) 95.11 PR તેમજ ભૌતિકવિજ્ઞાનમાં ઉચ્ચ PR 99.75, રસાયણવિજ્ઞાન ઉચ્ચ PR 99.79 અને ગણિત ઉચ્ચ PR 93.46 મેળવેલ. ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવી પોતાના પરિવાર, શાળા તેમજ પોતાના ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts