ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી(TST) ફેબ્રુઆરી -૨૦૨૫ માં ગણેશ શાળા- ટીમાણાના ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક મેળવી રાજ્ય કક્ષાએ શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ. જેમાં સમગ્ર રાજ્યના ટોપ ૧૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ગણેશ શાળા – ટીમાણાના 25 વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામેલ. જેમાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંકે ધારૈયા પૂનમબેન દિનેશભાઈ (99.99 PR). ત્રીજા ક્રમાંકે ધામેલિયા ભવ્ય હિતેશભાઈ ( 99.97 PR). ચોથા ક્રમાંકે પંડયા સ્વરાબેન ગૌતમભાઈ ( 99.96 PR). તેમજ છઠ્ઠા ક્રમાંકે રમણા જલધિબેન મનસુખભાઈ ( 99.94 PR). સાથે જ્વલંત સિધ્ધી મેળવી પોતાના પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે.
ગામડા ની શાળાના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ સિદ્ધિ

Recent Comments