વિશ્વ પ્રસિધ્ધ સતાધાર ધામ આપાગીગાની જગ્યાને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી કરવા બાબત : કસવાલા

જય ભારત સાથ ઉપરોકત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે, મારા વિધાનસભા મત વિસ્તારના સાવરકુંડલા શહેર સર્વજ્ઞાતી સમાજના અને સનાતનીઓ દ્વારા આજ રોજ અમોને આવેદન પત્ર રજુ કરી કરેલ રજુઆત મુજબ સૌરાષ્ટ્રમાં વિશ્વ પ્રસિધ્ધ સતાધાર ધામ આપાગીગાની જગ્યાને બદનામ કરવા તેમજ આ જગ્યાના મહંત પ.પૂ વિજયબાપુને પણ બદનામ કરી બ્લેકમેઇન કરી પૈસાનો તોડ કરવાનું આયોજન પૂર્વકનું ષડયંત્ર કરી આ ધાર્મીક સંસ્થાને બદનામ કરવા માટે અને સર્વ સમાજની ધાર્મીક અને સામાજીક લાગણીને ઠેસ પહોંચી હોય તેથી, તેઓની સામે કડક પગલા લેવા રજુઆત કરેલ છે જે રજુઆત આ સાથે સામેલ રાખી મોકલુ છુ.
વિશ્વ પ્રસિધ્ધ સતાધાર ધામ સાથે સર્વજ્ઞાતી સમાજ અને સનાતની ધર્મોની ધાર્મીક લાગણી જોડાયેલ છે તેથી આપાગીગાની જગ્યાની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે તેથી આ જગ્યાના મહંત પ.પૂ.વિજયબાપુને ઇરાદા પૂર્વકનું બદનામ કરવાનું ષડયંત્ર કરનાર ઇસમો સામે કાયદાકીય જોગવાઇઓ મુજબ કડક કાર્યવાહી કરવી જરૂરી જણાય છે કારણ કે, સતાધાર ધામ એક જાગતુ પિરાણુ છે અને સર્વ સમાજની તેમજ સૌરાષ્ટ અને ગુજરાતનુ આસ્થાનું કેન્દ્ર છે તેમજ સર્વે સમાજની શ્રધ્ધા જોડાયેલ છે તેથી આ સંસ્થાને અને મહંત પ.પૂ.વિજયબાપુ સામે જે પાયાવિહોણા આક્ષેપો તદ્દન ગેરવ્યાજબી હોય તેથી આવા ષડયંત્ર કરનાર લોકો સાથે કડકમાં કડક કાર્યવાહી કરવા મારી આપ સાહેબને લાગણી સહ ભલામણ થાય છે.
Recent Comments