ભારત સરકારશ્રીના નેશનલ ફીશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ (NFDP) પોર્ટલ પર હાલમાં સક્રિય માછીમારોની
નોંધણીની કામગીરી ચાલુ છે. સરકારશ્રી તરફથી મળેલી સૂચના મુજબ આગામી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં NFDP
પોર્ટલ પર સક્રિય માછીમારોની નોંધણીની કામગીરી પૂર્ણ કરવાની થાય છે.
ભાવનગર જિલ્લાના મીઠાપાણી, ભાંભરાપાણી તેમજ દરિયાઈ મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ
માછીમારોને/મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે,
ભાવનગર જિલ્લાના સક્રિય માછીમારોની/મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓની NFDP પોર્ટલ પર નોંધણી કરવાની બાકી
હોય તો નજીકના CSC નો સંપર્ક કરવો અથવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
NFDP મોબાઈલ એપ ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકાશે. તા. ૩૧/૧૨/૨૦૨૫ પહેલાં રજીસ્ટ્રેશનની
કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
ભાવનગર જિલ્લાના સક્રિય માછીમારો તા.૩૧ ડિસેમ્બર સુધી NFDP પોર્ટલ પર નોંધણી કરી શકશે


















Recent Comments